શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, Gujarati Janmashtami Quotes, Wishes, Messages & Status

જન્મતો બધાયનો અંધકાર (કૃષ્ણપક્ષ)માં અને કારાવાસમાં જ થાય છે પણ કોઈક મુરારી જ મૃત્યુંજય કે મુક્ત બને છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે મહોત્સવ હજારો વર્ષો પછી પણ આપણે મનાવીએ છીએ.
સૌ મિત્રોને જન્માષ્ટમીના વધામણા અને શુભેચ્છાઓ.
નવીન કૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ ૨૦૨૫
જય શ્રીકૃષ્ણ! જન્માષ્ટમીના પાવન દિવસે તમારા જીવનમાં આનંદ, પ્રેમ અને શાંતિનો વાસ થાય.
માખનચોરના આશીર્વાદથી તમારા સૌ સપના સાકાર થાય. શુભ જન્માષ્ટમી!
શ્રી કૃષ્ણની વાંસળીના મધુર સ્વર તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિના સંગીત ભરે.
આ જન્માષ્ટમી, ચાલો પ્રેમ, ભક્તિ અને આનંદથી જીવનને ઉજાળો.
નંદલાલના આશીર્વાદથી પરિવાર હમેશાં હસતો અને ખુશહાલ રહે.
હૃદયસ્પર્શી સંદેશા અને શાયરી

- શુભ જન્માષ્ટમી
.ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી… - કૃષ્ણના પદચિન્હોેથી ઉજ્જવળ થાય જીવનનો માર્ગ. જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!
- મનને મોહી લે તેવી મુરલીની તાલ અને રાધાના પ્રેમથી ભરેલું જીવન – એજ છે ખરું સુખ.
- જયારે હૃદયમાં કૃષ્ણ હોય, ત્યારે દુનિયામાં દુઃખ ટકતું નથી.
- ગોકુલની ગલીઓ, માખણની મસ્તી અને કાન્હાની રમૂજ – જન્માષ્ટમીનો આ છે સહજો આનંદ.
શ્રીકૃષ્ણની ભક્તિ એજ જીવનનો સાચો આનંદ છે.
સોશિયલ મીડિયા કૅપ્શન ગુજરાતી માટે
“જયારે વાગે કૃષ્ણની વાંસળી, ત્યારે મનમાં માત્ર આનંદ જ આનંદ. 🌸 #જયશ્રીકૃષ્ણ #જન્માષ્ટમી”
“માખનચોર આવી ગયા છે, ઉજવણી શરુ કરો! 🥳 #KrishnaJanmashtami2025”
“પ્રેમ, ભક્તિ અને આનંદ સાથે ઉજવો જન્માષ્ટમી – કાન્હા આપ પર કૃપા કરે. 🙏”
“આજે ગોકુલ જાગ્યું છે, કારણ કે કાન્હાનો જન્મદિવસ છે! 🎉”
“જય શ્રીકૃષ્ણ! કાન્હાની સ્મિતથી જીવન પ્રકાશિત બને. ❤️”

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી
આપની જિંદગીની દરેક પળ સુખમયી
બની રહે એવી આજના જન્માષ્ટમી
ની હાર્દિક શુભેચ્છા.

કૃષ્ણ જેનું નામ,
ગોકુલ જેનું ઘર એવા
શ્રી કૃષ્ણ ભગવાન ને
અમારા સૌના પ્રણામ શુભ જન્માષ્ટમી !!

જગ નિંદરે ઉગ્યો
એ મધરાતે જગતસ્વામી…
જન્માષ્ટમી ના પાવન પર્વ
ની હાર્દિક શુભકામનાઓ.
જય શ્રી કૃષ્ણ…
Janmashtami Wishes Gujarati Ma

ભજું તમને જેવા ભાવે, રમાડે અમને તેવા ભાવે.
ગોપ ગોપી જેવા થયા ભોળા તો પંડિતાઈ રહી જાય બાજુએ ને દોડી આવે
થઈ લાલો…કે બોલો જય ગોપાલ.
સૌને જન્માષ્ટમીની ભક્તિપૂર્વક શુભેચ્છા.














